ભુજના વોર્ડ નં.2નાં રહેવાસીઓ પાણીની સમસ્યાથી પરેશાન તંત્રને અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્રનાં આંખ આડા કાન સત્વરે આ માંગ સંતોષવામાં નહિ આવે તો ઉગ્ર કાર્યક્રમો કરાશે તેવી રહેવાસીઓની ચીમકી.
કચ્છમાં ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ગઈ છે તો બીજી તરફ કચ્છમાં પાણીની તંગી વર્તાઇ રહી છે.તેવામાં જ ભુજ શહેરના વોર્ડ નં.2 ના રહેવાસીઓ પાણીની સમસ્યાથી ત્રસ્ત બન્યા છે. તંત્રને પહેલા પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાય તંત્ર દ્વારા કઈ જ ધ્યાન આપવામાં નથી આવ્યું.ભુજના નેતાઓ ચૂંટણી સમયે મત માંગવા માટે પહોંચી આવે છે. પરંતુ જ્યારે કામ કરવાનો વારો આવે છે ત્યારે તેઓને અઘરું લાગે છે. અને ધારાસભ્ય દ્વારા ફક્ત ખોટા વાયદાઓ કરવામાં જ આવે છે. અને આ સાથે જ ગૃહિણીઓની રાવ ઉઠવા પામી હતી. કે બાળકોને શાળાએ મૂકે ઘરની રસોઈ બનાવે કે પાણી ભરે આમ આ સમસ્યાથી ગૃહિણીઓ ખુબજ પરેશાન થઈ ગઈ છે. અને જો તંત્ર દ્વારા સત્વરે તેઓની માંગ સંતોષવામાં નહિઁ આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.