ભુજના દાતાશ્રીના સહયોગથી શહેરના 60 વૃદ્ધ વડીલોને 8 દિવસની સૌરાષ્ટ્ર દર્શન યાત્રા કજાવવામાં આવી.
ભુજના દાતાશ્રી સરોજબેન રામદાસ સોની તથા ભરતભાઇ રામદાસ સોનીનાં સહયોગથી ભુજના 60 વૃદ્ધ વડીલો આઠ દિવસ માટે સૌરાષ્ટ્રનાં વિવિધ તિર્થ સ્થળોના દર્શને પહોંચ્યા ભુજથી તેઓને લક્ઝરી બસમાં લઈ જવાયા ત્યારે ભુજ મધ્યે તર્પડેશ્વર મહાદેવ મંદિર તથા બિહારીલાલ મંદિરે પૂ.મોની બાપુએ આશીર્વચન આપી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે માનવ જ્યોતનાં શ્રી પ્રબોદભાઈ મુનવરે ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી. ભુજના R.T.O રીલોકેશન પાસે આવેલા તર્પડેશ્વર મહાદેવ મંદિર તથા ભુજના દુધેશ્વર મહાદેવના મંદિરથી આ યાત્રાની શરૂઆત કરી હતી.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.