ભુજ શહેરની બેન્કના કર્મચારીઓ દ્વારા વિ-બેન્કર્સ ગ્રુપના સહયોગથી વિવિધ માંગ મુદ્દે રેલી કાઢી દેખાવો કરવામાં આવ્યા.

ભુજ શહેરના બધા જ બેંકસો કલાર્ક-ઓફિસરો દ્વારા વિ-બેન્કર્સ ગ્રુપના સ્પોર્ટથી ભુજ શહેરમાં રેલી કાઢવામાં આવી હતી. દિલ્લીમાં રચાયેલ ધરણાં કાર્યક્રમના સપોર્ટમાં આ રેલી કઢાયેલ અહીં બેન્કર્સની માંગ વ્યક્ત થાય છે કે તેઓની કેન્દ્રીય સરકારી ખાતાના કર્મચારીઓની સરખામણીમાં જ પગાર આપવામાં આવે તેઓનું કહેવું છે. કે ભારત સરકારની દરેક પોલીસી અંગેનું દરેક કાર્ય તેઓ દ્વારા રાત દિવસ એક કરી સંતોષકારપણે પૂર્ણ કરવામાં આવતું રહે છે. તેઓ જણાવે છે કે આ તેઓ તેમની મહેનતની બરાબર પગારની માંગ કરી રહ્યા છે જેમાં કોઈ ખેદ જણાતો નથી. બેંક એ આપણા અર્થતંત્રમાં પાયાનું કામ કરે છે.તેથી આ બેન્કર્સોના જણાવ્યા પ્રમાણે તેઓ આ રેલી તથા ધરણાં મારફતે તેઓ તેમની કાયમી રજાઓ તથા પગારને લગતા અનેક પ્રશ્નો તેઓ સરકાર સમક્ષ વ્યક્ત કરી રહ્યા છે.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *