૧ થી ૧૯ વર્ષના બધાજ બાળકોને કૃમિ નિયંત્રણ ગોળી નિઃશુલ્ક અપાશે

કૃમિ મુકત બાળક તંદુરસ્ત બાળકના વિચાર સાથે રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને કચ્છજિલ્લા પંચાયત આરોગ્ય પરિવાર કલ્યાણ શાખા પણ ૨૨ ફેબ્રુઆરીથી ૨જી માર્ચ-૨૦૨૧ સુધી રાષ્ટ્રીય કૃમિનાશક દિવસનો રાઉન્ડ ૨૦૨૧ મનાવશે.આ દરમ્યાન ૧ વર્ષથી લઇ ૧૯ વર્ષની વયના તમામ બાળકોને સ્કુલ અને આંગણવાડીમાં કૃમિ નિયંત્રણ (ચાવવાની) ગોળી નિઃશુલ્ક આપવામાં આવશે. શાળાએ ન જતાં અને સ્કુલમાં નામ ન નોંધાયેલા તમામ બાળકોને પણ આ દવા નજીકની આંગણવાડીમાંથી ખવડાવવી જોઇએ.તંદુરસ્ત સમાજના નિર્માણ માટે તંદુરસ્ત બાળક પ્રથમ શરત છે. બાળકોને કૃમિમુકત સ્વચ્છ રાખવા દરેકની
નૈતિક જવાબદારી છે. પેટમાં કરમિયા, કીડા પડવા એટલે કે કૃમિના સંક્રમણથી બાળકનો શારીરિક અને માનસિકવિકાસ અટકે છે. કૃમિ પડવાથી બાળક કુપોષિત બને છે અને લોહિની ઉણપના કારણે હંમેશા થાક અનુભવે છે.સમય સમય પર બાળકોના આરોગ્યલક્ષી ઉપચારની સાથે કૃમિ સંક્રમણ અટકાવવાની સાતેક વાતોને ધ્યાનમાંલઇ તેને અનુસરવી જોઇએ.સૌ પ્રથમ તો સ્વચ્છતા જાળવવી, આસપાસમાં તેમજ સ્વ સ્વચ્છતા મહત્વનો ભાગ ભજવે છે. હાથ
વારંવાર ધોવા ખાસ તો જમતાં પહેલાં અને હાજત પછી સાબુથી અચુક હાથ ધોવા, હાથ પગના નખ કાપેલાં અનેસ્વચ્છ રાખવા જોઇએ. પગમાં પગરખાં પહેરવાની ટેવ પાડવી. શાકભાજીને ફળ ધોઇને ખાવા, ખાવાનું ઢાંકીને રાખવુંતેમજ હંમેશા ચોખ્ખું પાણી પીવુ. હંમેશા શૌચાલયનો ઉપયોગ કરવો. કુદરતી ખુલ્લી જગ્યામાં શૌચ કરવું નહીં.