સુરતમાં આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ ભવ્ય રોડ શો કરશે, જીતની ઉજવણી માટે મોટી જાહેરાત

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામો તમામ લોકો માટે આશ્ચર્યજનક રહ્યા છે. સુરતમાં આમ આદમી પાર્ટીનું દિલ્હી મોડલને સુરતની જનતાએ વધાવ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. સુરતમાં આમ આદમી પાર્ટીના 27 ઉમેદવારોનો ઝળહળતો વિજય બાદ અરવિંદ કેજરીવાલે એક મોટી જાહેરાત કરી છે.