ચોટીલા હાઈ-વે પર આઈશર-ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું મોત
ચોટીલા હાઈ-વે પર દેવાંગી હોટલ સામે આજે વહેલી સવારે અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. ટ્રક અને આઈસર સામસામે અથડાતા એકનું મોત નીપજયું હતું. જયારે બેને ઈજા થતાં સારવાર અર્થે ચોટીલા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા વહેલી સવારે ચોટીલા હાઈ-વે પર આઈસર અને ટ્રક સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ગંભીર ઈજાથી એકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જયારે બે જણાને ઈજા પહોંચી હતી. બન્નેને ૧૦૮ મારફતે ચોટીલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા ચોટીલા પોલીસ દોડી આવી હતી અને જરી કાર્યવાહી કરી હતી.