કચ્છના ભચાઉ નજીક ભૂકંપનો આંચકો: છેલ્લા 5 દિવસમાં ભૂકંપના 11 આંચકા અનુભવાયા

72c5f15d3f563f252a826756ff64d2b44515a5256ee2f3a9cf8851a8be276b8e

કચ્છમાં હજુ પણ ભૂકંપના આંચકા ચાલુ છે. આજે સવારે 6.7 વાગ્યાનીઆસપાસ ફરી એક વાર કચ્છની ધારા ધ્રુજી ઉઠી હતી. સવારે 6.7 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવયો હતો. કચ્છના ભચાઉ પાસે ધારા ધ્રુજી ઉઠી હતી.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2 જેટલી નોધાઇ છે. છેલ્લા 5 દિવસમાં ભૂકંપના 11 આંચકા નોધાયા છે.વહેલી સવારે આવેલા ભૂકંપને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે આ આંચકાથી જાનમાલને નુકશાનના કોઈ સમાચાર નથી.