રાપર પોલીસ મથક હેઠળ ના ગામો મા પોલીસ તંત્ર એ ફ્લેગ માર્ચ યોજી
આગામી દિવસોમાં યોજાનારી જિલ્લા અને તાલુકા પંચાયત ની ચુંટણી ને અનુલક્ષીને પૂર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટીલ ના માર્ગદર્શન હેઠળ ભચાઉ ડીવીઝન ના નાયબ પોલીસ અધિક્ષક કે જી ઝાલા ના ની સુચના થી આજે રાપર ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર જે. એચ. ગઢવી પીએસઆઇ એચ. એમ. પટેલ સહિત ના પોલીસ. જીઆરડી વિગેરે એ રાપર પોલીસ મથક હેઠળ ના રામવાવ રવનાની મોટી. ગેડી ત્રંબૌ સહિત ના આઠ સંવેદનશીલ મતદાન મથકો તેમજ રામવાવ ખાતે ઉભી કરવામાં આવેલ પોલીસ ચેક પોસ્ટ ખાતે ચેકીંગ હાથ ધર્યું હતું ઉપરાંત રાપર પોલીસ મથક હેઠળ ના તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી મા આવતા ગામો એ ફ્લેગ માર્ચ યોજી હતી તો રાપર પોલીસ મથક હેઠળ લાયસન્સ ધરાવતા 88 હથિયારો પોલીસ દ્વારા જમા લેવા મા આવ્યા છે અને 400 થી વધુ લોકોની સામે અટકાયતી પગલાં લેવા મા આવ્યા છે રાપર પોલીસ મથક ના ઈન્ચાર્જ પી.આઈ ગઢવીએ જણાવ્યું હતું કે રાપર પોલીસ મથક હેઠળ ના ગામો મા દરરોજ પોલીસ નું કડક પેટ્રોલીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને ચુંટણી દરમિયાન કોઈ ખલેલ ન પહોંચે તે માટે અટકાયતી પગલાં હજુ લેવા મા આવી રહ્યા છે આમ રાપર પોલીસ મથક હેઠળ મુકત ચુંટણી કરાવવા માટે તંત્ર એ કમરકસી છ ઈન્ચાર્જ પી.આઈ જે.એચ.ગઢવી પીએસઆઇ એચ.એમ.પટેલ વિરેન્દ્રસિંહ યાદવ મહેશભાઈ પટેલ છગનભાઈ રાઠોડ બાબુભાઈ દેસાઈ વિગેરે જોડાયા હતા