રાપર તાલુકામાં આજે એકાએક હવામાનમાં જોવા મળ્યો પલટો

કચ્છના વાગડ વિસ્તારના રાપર તાલુકામાં આજે એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો અને વહેલી સવારથી જ વાદળો છવાયેલા જોવા મળ્યા હતા જાણે કે ચોમાસામાં વાતાવરણ હોય તેમ ધનધોર વાદળો છવાયેલા રહ્યા હતા માવઠું થવાની શક્યતા વચ્ચે ખેડૂતો મા રવિપાક નું જીરું નું વાવેતર રાપર તાલુકામાં એસી થી નેવું હજાર હેકટર મા વાવેતર કરવામાં આવ્યું છે અને હાલ જીરું નો પાક ખેતરમાં તૈયાર થવાની તૈયારીમાં છે ત્યારે આજે વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા ખેડૂતો મા માવઠાથી નુકસાન થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે