બગોદરા-અરણેજ રોડ પર અકસ્માત, ૩ શ્રમિકોના મોત

કુદકેને ભૂસકે વધતી જતી વસ્તીમાં સતત વધારો થઇ રહ્યો છે તો સામે એટલી જ માત્રામાં વાહનોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. એમાં પણ ફાસ્ટ જીવનશૈલીમાં લોકો આડેધડ પોતાનું વાહન હંકારતા જોવા મળે છે. ક્યાંકને ક્યાંક એક જ કારણથી રોજ સવાર પડતા જ માર્ગઅકસ્માતોની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. ત્યારે અમદાવાદ બગોદરા-અરણેજ રોડ પર અકસ્માત સર્જાયો હતો . મજુરોને લઈને જતી ગાડી ટ્રેલર પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં 3 શ્રમિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને 5 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા.અકસ્માતની જાણ થતા જ આજુબાજુના સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોચી હતી અને ઘાયલોને સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત સર્જાતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આ અકસ્માત જોઇને લોકોમાં અરેરાટી સાથે હેરાન જોવા મળ્યા હતા.