માળિયાના નવલખી બંદરે આધેડની હત્યાના ગુનામાં ત્રણેય ઇસમોની ધરપકડ
માળિયાના નવલખી પોર્ટ ખાતે ગાડી લોડીંગ કરવા બાબતે માથાકૂટ થતા ત્રણ ઈસમોએ ઝઘડો થયો હોય જેનો ખાર રાખી આધેડને છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોય જે બનાવ મામલે પોલીસે ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી અને ત્રણેય આરોપીને દબોચી લેવામાં આવ્યા છે.માળિયાના નવલખી બંદરે કામ કરતા દશરથસિંહ ભગવતસિંહ જાડેજા (ઉ.વ.૪૫) ગાડી લોડીંગ કામ સંભાળતા હોય જેને ગાડી લોડીંગ મામલે આરોપી મયુરસિંહ વેલુભા જાડેજા અને મયુરસિંહ રણજીતસિંહ જાડેજા સાથે ઝઘડો થયો હોય જેનો ખાર રાખી બંને ઇસમોને કહેવાથી આરોપી સૂર્યદીપસિંહ રણજીતસિંહ જાડેજાએ છરીના ઘા ઝીંકી આધેડની હત્યા કરી હતી જે બનાવ મામલે મૃતકના ભાઈ કિરીટસિંહ ભગવતસિંહ જાડેજાએ માળિયા પોલીસમાં હત્યાની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને પગલે માળિયા પીએસઆઈ નરેન્દ્રસિંહ ચુડાસમાની ટીમે તપાસ ચલાવી હતી અને ત્રણેય ઈસમો નાસતા ફરતા હોય હત્યાના ગુન્હામાં સંડોવાયેલ આરોપી મયુરસિંહ વેલુભા જાડેજા, મયુરસિંહ રણજીતસિંહ જાડેજા અને સૂર્યદીપસિંહ રણજીતસિંહ જાડેજા રહે ત્રણેય મોટા દહીંસરા વાળાની અટકાયત કરી છે અને આરોપીનો કોવીડ રીપોર્ટ કરાવ્યા બાદ વિધિવત ધરપકડ કરાશે તેમ પીએસઆઈએ જણાવ્યું હતું.