ઉના પાસે નીલ ગાયને બચાવવા જતા કાર પલ્ટી મારી ગઈઃ પાંચને ઈજા

(નિરવ ગઢિયા દ્વારા) ઉના, તા. ૨૫ :. નજીકના ગીરગઢડા-થોરડી રોડ ઉપર નીલ ગાયને બચાવવા જતા કાર પલ્ટી મારી જતા કારમાં બેઠેલા ૫ વ્યકિતઓને સામાન્ય ઈજા થઈ હતી. ગીરગઢડા, ભાખા, થોરડી રોડ ઉપર રસ્તામાં આડે નીલ ગાય ઉતરતા તે સમયે આવી રહેલ કારના ચાલકે સ્ટીયરીંગ ઉપર કાબુ ગુમાવતા કાર પલ્ટી મારી ગઈ હતી અને કારમાં બેઠેલા પાંચ વ્યકિતઓને ઈજા થતા સારવાર માટે નજીકની હોસ્પીટલે ખસેડાયેલ છે.