મહુવાના મુડત નજીક અકસ્માત બાદ કારમાંથી વિદેશી દારૂ મળી આવ્યો

સુરત જિલ્લાના મહુવા તાલુકાનાં મુડત ગામની સીમમાં કાકરાપાર જમણા કાંઠા નહેર નજીક મુડત-બોરીયા માર્ગ પરથી પસાર થઈ રહેલ ગાડી રસ્તાની બાજુમાં આવેલ ઝાડ સાથે અથડાઇ હતી. અકસ્માત સર્જાતા ગાડી ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં મહુવા પોલીસ બનાવ સ્થળે પહોંચી કાર ચેક કરતાં અંદરથી ઇંગ્લિશ શરાબ મળી આવ્યો હતો.મળતી માહિતી અનુસાર મહુવા તાલુકાનાં મુડત ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર જમણા કાંઠા નહેર નજીક મુડતથી બોરીયા જતાં રસ્તા પર એક ગાડી રસ્તાની બાજુમાં આવેલ બાવળના ઝાડ સાથે અથડાઇ હતી. એક શખ્સે આ અકસ્માત અંગે મહુવા પોલીસને જાણ કરી હતી. જેથી પોલોસ બનાવ સ્થળે પહોંચ્યા હતા ત્યારે ત્યાં એક ગાડી નંબર GJ-03-DN-7808 રસ્તાની બાજુમાં પડી હતી. અને ગાડી ચાલક ગાડી મૂકી નાસી છૂટ્યો હતો. પોલીસે કારની અંદર તપાસ કરતાં ઇંગ્લિશ શરાબ નાની મોટી કુલ 336 બોટલો કિંમત રૂપિયા 16,800 નો માલ મળી આવ્યો હતો. પોલીસે ગાડી તેમજ ઇંગ્લિશ શરાબ મળી કુલ 5.16.000 નો મુદ્દામાલ ઝડપીપાડ્યો હતો અને ગાડીના નંબરના આધારે ચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે