ભુજ શહેરના ૨૪ કલાક ધમધમતા એવા મંગલમ હોટલ પાસેના વિસ્તારમાં ગટરના ગંદા પાણી રસ્તા પર વહી નીકળયા હતા
કચ્છના પાટનગર ભુજ શહેરના રહેવાસીઓ ની સમસ્યા મારી સારી વસ્તી વધારો થઈ રહ્યો છે તેવામાં ભુજ શહેરના ૨૪ કલાક ધમધમતા એવા મંગલમ હોટલ પાસેના વિસ્તારમાં ગટરના ગંદા પાણી રસ્તા પર વહી નીકળ્યા હતા આ અંગે લાગતા વળગતા તંત્ર સમક્ષ અનેક વખત રજુઆત કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા કોઇ જ પ્રકારની યોગ્ય કામગીરી કરવામાં નથી આવતી રસ્તા પર વહી નીકળેલા ગટરના ગંદા પાણીને કારણે ત્યાંથી અવરજવર કરતાં વાહનચાલકો અને પગપાળા જતાં રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આ અંગે તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે રિપોર્ટ બાય – તેજસ પરમાર ભુજ