જિલ્લા ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા થોડા થોડા સમયના અંતરે વાહનચાલકો નું સઘન ચેકિંગ કરવામાં આવતું હોય છે

સમગ્ર કચ્છ જિલ્લાના નાગરિકો માટે ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ આવે અને દરેક લોકો ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે હેતુસર જિલ્લા ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા થોડા થોડા સમયના અંતરે વાહનચાલકો નું સઘન ચેકિંગ કરવામાં આવતું હોય છે તે અંતર્ગત તાજેતરમાં જ ભુજ શહેરના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને નવા સ્વામિનારાયણ મંદિર પાસેના વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યો હતો જેમાં વાહન ચાલકો પાસેથી લાયસન્સ આરસીબુક puc જેવા દસ્તાવેજનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને જેની પાસે આ દસ્તાવેજો હાજર ન હતા તેમને દંડ પણ ફટકારવામાં આવ્યા હતા રિપોર્ટ બાય – તેજસ પરમાર ભુજ