ભુજ શહેરના અનેક વિસ્તારોમાં ચોતરફ ગંદકી ના ખડકલા નજરે ચડયા
સમગ્ર ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે પરંતુ નીચલી કક્ષાના અધિકારીઓને આ અભિયાનમાં કોઈપણ પ્રકારનો રસ ન હોય તેવો તાલ સર્જાયો છે વાત કરીએ ભુજ શહેરની તો શહેરમાં આપ કોઈપણ વિસ્તારની મુલાકાત લેશો તો આપને ચોતરફ ગંદકી ના ખડકલા નજરે ચડશે શહેરમાં સ્વચ્છતા જાળવવા અંગે અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્ર વખતની જેમ આંખ આડા કાન કરી રહ્યું છે અને કોઈ પણ જાત ની કામગીરી તંત્ર દ્વારા કરવામાં નથી આવતી જો આવનારા દિવસોમાં તંત્ર દ્વારા કોઇ જ પ્રકારની સ્વચ્છતા અંગેની કામગીરી કરવામાં નહીં આવે તો માખી મચ્છરના ઉપદ્રવને કારણે મોટો રોગચાળો ફાટી નીકળશે તેવો ભય ભુજ શહેરના રહેવાસીઓને સતાવી રહ્યો છે