મુંદરા બારોઇ નગર પાલીકા ની પ્રથમ વાર યોજાયેલ ચુંટણી મા વોર્ડ નં 3 મા કોંગ્રેસ ના ઉમેદવાર કાનજી ભાઈ સોંધરા નો વિજય થતા મુંદરા બાર એસોસિયેશન દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું.
મુંદરા બારોઇ નગરપાલિકા ની સામાન્ય ચુંટણી માં વોર્ડ નં ૦૩ માં થી કોંગ્રેસ પક્ષ માં થી ભવ્ય વિજય થતા મુંદરા બાર ના પ્રમુખ શ્રી નારાણ ભાઇ કાનાણી એડવોકેટ શ્રી ના અધ્યક્ષ સ્થાને બપોરે.૧૨.૩૦ કલાકે સન્માન સમારોહ નો આયોજન કરવામાં આવ્યું હતું.. આ સન્માન સમારોહ માં સીનિયર એડવોકેટ શ્રી નારાણ ભાઇ કાનાણી, એડવોકેટ, શ્રી પ્રવિણભાઈ ગણાત્રા, એડવોકેટ, શ્રી વિજાણંદ ટાપરિયા, એડવોકેટ, શ્રી ભરતભાઈ જોશી, એડવોકેટ, શ્રી રવિભાઈ મહેશ્વરી એડવોકેટ નોટરી, શ્રી પચાણ ભાઇ સોધમ એડવોકેટ નોટરી, શ્રી સુનીલભાઈ મહેતા એડવોકેટ, શ્રી કે.સી. ગણાત્રા, એડવોકેટ, શ્રી પી.ડી. જાડેજા એડવોકેટ, . શ્રી નરેન્દ્ર સિંહ ઓ. સોઢા, એડવોકેટ,.શ્રી રાજેશભાઈ રબારી એડવોકેટ, મહેશભાઈ સોધમ એડવોકેટ, વાલજીભાઈ ગઢવી, એડવોકેટ, શ્રી ઇમરાન ભાઇ મેમણ, એડવોકેટ, શ્રી શીવરાજ ગઢવી, શ્રી શ્યામ ભાઇ સોધમ એડવોકેટ, શ્રી વિજયભાઈ ડુગરીયા, એડવોકેટ, વિમલભાઈ મહેતા એડવોકેટ, પરેશ ભાઇ પાટીદાર, કુ, દેવલબેન ગઢવી એડવોકેટ, શ્રી પત્રામલ ગઢવી, એડવોકેટ, શ્રી સામરા ભાઇ બાટી ગઢવી, એડવોકેટ,,રામજીભાઈ ચુંઇયા, એડવોકેટ, શ્રી પ્રવિણ ભાઇ આહિર, એડવોકેટ, શ્રી પોપટલાલ ભાટી એડવોકેટ, શ્રી જીતેશ ભાઇ રાઠોડ એડવોકેટ,વિગેરે એડવોકેટ સીનિયર જુનીયર વકિલ મિત્રો હાજર રહેલ હતા, અને કાનજી ભાઈ સોંધરા નુ સન્માન શ્રી નારાણ ભાઇ કાનાણી પ્રમુખ શ્રી મુંદરા બાર એસોસિયેશન દ્વારા સાલ ઓઢાડી અને પુષ્પ ગુચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ અન્ય સાથી વકિલ મિત્રો દ્વારા પુષ્પ ગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ પ્રસંગ અનુરૂપ તમામ વકિલ મિત્રો એ વિજ્ય થવા બદલ કાનજી ભાઈ ને શુભેચ્છાઓ પાઠવી હતી અને મુંદરા બાર એસોસિયેશન ના એડવોકેટ સભ્ય તરીકે સ્થાનિક સ્વરાજ્યની મુંદરા બારોઇ નગરપાલિકા ની વોર્ડ નં.૦૩ ની ચુંટણી માં ભવ્ય વિજય કોઈ વકિલ મિત્ર એ પ્રથમ વાર હાંસિલ કરી, મુંદરા બાર અને વકીલ મંડળ નો ગૌરવ વધાર્યું છે. તે બદલ તમામ વકિલ એડવોકેટ મિત્રો એ ખુશી વ્યક્ત કરી હતી. અને જાગૃત વકિલ તરીકે પ્રજા ના સાચા પ્રતિનિધિ બની તેમની સમસ્યાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા સુચનો આપ્યા હતા. તેમજ પોતાની કામગીરી થી મુંદરા બાર એસોસિયેશન નો નામ રોશન કરશો તેવી લાગણી ઓ એડવોકેટ મિત્રો એ વ્યક્ત કરી હતી… આજરોજ મુંદરા બાર એસોસિયેશન દ્વારા તેમનુ સન્માન કરવામાં આવ્યું તે બદલ કાનજી ભાઇ એ બાર એસોસિયન નો આભાર વ્યક્ત કર્યો હતો. અને સાચા વકિલ એડવોકેટ તરીકે હંમેશા મુંદરા બાર એસોસિયેશન તેમજ પ્રજા ના કાર્યો પ્રત્યે વફાદાર રહીશ અને તેમનો ગૌરવ વધારીશ., તેવી ખાત્રીઆપી હતી