ભુજ પોસ્ટ ઓફિસ કૌભાંડમાં ઝડપાયેલ આરોપી સચિન ઠક્કર પોલીસ લોકઅપમાંથી ફરાર

ભુજ ખાતે રાવલવાડી પોસ્ટ ઓફિસ કૌભાંડના આરોપમાં પકડાયેલ આરોપી સચિન ઠક્કર આજે પોલીસ લોકઅપમાંથી ફરાર થઈ જતા ચકચાર મચી ગઇ છે. આજે સવારે ભુજ એ/ડિવિઝન પોલીસ મથકના લોક-અપમાં બંધ સચિન ઠક્કરને લોકઅપની સાફ સફાઈ થતી હોય બહાર કાઢવામાં આવ્યો હતો તે દરમિયાન સચિન ઠક્કર પોલીસ સ્ટેશનના કર્મચારી અધિકારીઓની નજર ચૂકવીને ફરાર થઈ ગયો હતો. સચિન ઠક્કર ફરાર થયાની જાણ થતાં જ પોલીસ પ્રશાસન દોડતું થઇ ગયું છે. નોંધનીય છે પોસ્ટ ઓફિસમાં કૌભાંડ આચરાયું છે જેના આરોપમાં સચિન ઠક્કરને પકડી પાડવામાં આવ્યો હતો