દેશલપર ગુંતલીમાં (ઉ.17) સગીરએ ગળે ફાંસો ખાધો, પોલીસે કારણ જાણવા તપાસ હાથ ધરી

નખત્રાણા તાલુકાના દેશલપર ગુંતલી ગામે ગઇ કાલ સવારે કોઇ અગમ્ય કારણોસર (ઉ.17) સગીરાએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં ચકચાર મચી ગયો છે. મળતી માહિતી મુજબ બનાવ બપોરે 1 વાગ્યાના સમયમાં દેશલ પર ગુંતલી ગામમાં બન્યો હતો. દેશલપર ગુંતલી ગામે રહેતા કિશોરએ કોઇ અગમ્ય કારણોસર ઘરમાં ગળે ફાસો ખાઇ લીધો હતો. હતભાગીને પરિવારજનોએ નખત્રાણા સરકારી દવાખાનામાં લઇ ગયા હતા જ્યાં હાજર પરના ડોક્ટરે મૃત જાહેર કરતાં નખત્રાણા પોલીસે અકસ્માત બનાવની નોંધ લઇને કિશોરએ કયા કારણોસર આત્મહત્યાં કરી તે અંગે પીએઅઆઇ એન.કે.ખાંભડે આગળની કાર્યવાહી હાથ ધરી છે.