ધ્રોબાણાગામમાં છરીની અણીએ કિશોરી પર કર્યો દુષ્કર્મ
કચ્છના ખાવડાંના ધ્રોબાણા ગામની (ઉ.15) કિશોરીને નીંદરમાંથી ઉઠાડી છરીની અણીએ ગામનો યુવક અપહરણ કર્યા બાદ, નદીના તટ પર બળજબરીથી દુષ્કર્મ ગુજારતાં શખ્સ વિરૂધ ખાવડા પોલીસ સ્ટેશનમાં પોક્સો સહિતની સહિતની કલમ તળે ફરિયાદ નોંધાય છે.આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, ગુરુવારે રાતના 1 વાગ્યાથી વહેલી સવારના 5 વાગ્યાના સમયમાં ગામમાં જ રહેતો યુવક ઘરમાં પ્રવેશ કર્યો હતો અને કિશોરીને નીંદરમાંથી ઉઠાળી મોઢું દબાવી છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપીને અપહરણ કરી ગામના નદીના તટ પર ઉઠાવી ગયો હતો જ્યાં તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બનાવને પગલે ખાવડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.પી. સોઢાએ તપાસ કરીને ભોગબનનારના પિતાએ આપેલી ફરિયાદ મુજબ પોક્સો સહિતની વિવિધ કલમો તળે ફરિયાદ નોધાય હતી. બનાવ સંદર્ભે ભુજ સર્કલ પોલીસ ઇન્સ્પેકટ બી.એમ. ચૌધરીએ આગળની કાર્યવાહી હથ ગ્રસ્ત ધરી છે