કંડલા બંદરના ગોદામમાં 1 વર્ષની બાળકી પર લોડર ફરી વળતા મોત
કંડલા મહાબંદર ખાતે ગોદામમાં નિદ્રાધિન 1 વર્ષની બાળકી ઉપર લોડર ફરી વળતાં આ માસૂમ બાળકીનું માથું છુંદાઇ જવાથી સ્થળ પર જ મૃત્યુ થયું હતું. પોલીસના જણાવ્યા મુજબ ગાંધીધામના રહેવાસી બાળકીના માતા અને તેનાં પત્ની ગઇ રાત્રે કંડલા કામ માટે ગયા હતા ત્યારે L.M.J..- 04 નંબરના ગોદામમાં અન્ય મજૂરો સાથે કામ કરતી સમયએ આ દંપતીએ તેમની આ માસૂમ બાળકીને ગોદામમાં સુવડાવી હતી. આ સમયે તેના ઉપર લોડર ફરી વળ્યું હતું. લોડર છોડીને નાશી ગયેલા લોડરના ચાલક સામે ફરિયાદ નોધાય હતી.