મહાશિવરાત્રિ ઉત્સવ: શિવતત્ત્વ અને કૈલાસની દિવ્ય ઊર્જાનો અનુભવ પામવાનો અવસર!

મહાશિવરાત્રિ એ ભારતનું સૌથી મહત્ત્વપૂર્ણ પર્વ છે અને તે વ્યાપકપણે ઉજવવામાં આવે છે. આ પર્વ પર એવું માનવામાં આવે છે કે શક્તિનો કુદરતી રીતે ઉદભવ થાય છે અને શિવની દિવ્ય અને આધ્યાત્મિક શક્તિની અનુભૂતિ પામવા માટે ભક્તો રાતભર જાગૃત રહે છે.

ગુરુતત્ત્વ દ્વારા 11 માર્ચ 2021 ને ગુરુવારે વાર્ષિક મહાશિવરાત્રિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી તેમના 45 દિવસના ગહન ધ્યાન અનુષ્ઠાનમાંથી બહાર આવી તમામ ભાવિકોને સંબોધન કરશે. આ ઉત્સવ ગુજરાતના દાંડી ખાતે આવેલ સમર્પણ આશ્રમમાં ઉજવાશે અને તેનું પ્રસારણ સવારે પાંચ વાગ્યે youtube.com/gurutattva પર કરવામાં આવશે. તેની શરૂઆત મૌન ધ્યાન સત્રથી થશે, ત્યારબાદ પૂજ્ય સ્વામીજીનું પ્રવચન અને ભાવપૂર્ણ ભજન સાથે પાદુુકાનમનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
મહાશિવરાત્રિ ઉત્સવને લગતાં તમામ અપડેટ્સ નિયમિત રૂપે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ @ ગુરુતત્ત્વ પર પોસ્ટ કરવામાં આવશે.
પરમ પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજી એક પ્રબુદ્ધ યોગી છે. નાનપણથી જ તેઓ પરમ સત્યની શોધમાં હતા. તેમણે હિમાલયમાં તેમના જીવનનાં 16 વર્ષ વિતાવ્યાં, ધ્યાનસાધના કરી અને વિવિધ શ્રદ્ધેય હિમાલયીન ગુરુઓ પાસેથી જ્ઞાન ગ્રહણ કર્યું. 1994માં સમર્પણ ધ્યાનયોગની શરૂઆતથી, તેઓ 800 વર્ષ જૂના આ હિમાલયીન ધ્યાનના જ્ઞાનને વિના મૂલ્યે, સમગ્ર વિશ્વમાં વહેંચી રહ્યા છે.

ગુરુતત્ત્વ એ એક વૈશ્વિક પ્લેટફોર્મ છે જે જીવનના તમામ ક્ષેત્રમાં માનવીના સર્વાંગી વિકાસ તરફ કામ કરે છે. હિમાલયીન યોગી શ્રી શિવકૃપાનંદ સ્વામીજીની આગેવાનીમાં, મહાશિવરાત્રિના શુભ પર્વ પર શિવતત્ત્વ અને કૈલાસની દિવ્ય ઊર્જાનો અનુભવ કરવામાં મદદરૂપ થવા માટે મહાશિવરાત્રિ ઉત્સવનું આયોજન ‘ગુરુતત્ત્વ’ દ્વારા કરવામાં આવ્યું છે. આપ સહુને દિવ્ય ઊર્જાના આ આધ્યાત્મિક આયોજનમાં સહભાગી થવા માટે હાર્દિક આમંત્રણ છે.