વૈશ્વિક સ્તરે આગવી ઓળખ ઉભી કરનાર કચ્છના ગ્રામીણ મહિલા પાબીબેન
જેમનાં ટેરવાંની તાકાતે કચ્છી રબારી હરીભરી ભરતકામને વિશ્વસ્તરે લોકપ્રિય બનાવ્યું છે. એમના એ જ ટેરવાં આજે ઈ-માર્કેટીંગથી મિલીયોનર હાઉસવાઈફ્ના નામે વંચાયા અને ૭૦થી વધુ પ્રકારની પાબીબેગથી પ્રસિધ્ધ થયા એવા પાબીબેન કોઈના પરિચયના મોહતાજ નથી. ભારતના રબારી સમાજના પ્રથમ મહિલાઉદ્યોગ સાહસિક એવા ચાર ચોપડી ભણેલાં પણ કોઠાસુઝ્થી ઈ-બિજ્નેસ વુમનીયા બની સોશિયલ અને ઈ-મીડિયાનો ઉપયોગ કરી તેમના ઢેબર રબારીસમાજ અને આસપાસની અનેક મહિલાઓની રોજગારી બની પાબીબેન સૌને આત્મનિર્ભર જીંદગી જીવાડી રહયા છે. ૧૮થી વધુ પ્રતિષ્ઠિત એવૉર્ડ અને હોલિવુડ-બોલિવુડ અને વૈશ્વિક્સ્તરે આગવી ઓળખ બનેલાં મુંદ્રા તાલુકાના ફુકડ્સર ગામનાં દિકરી અને અંજાર તાલુકાના ભાદ્રોઈ ગામનાં લક્ષ્મણભાઈ રબારીના ધર્મપત્ની પાબીબેન કચ્છના કોહિનુર છે. વૈશ્વિક સ્તરે ભરતકામની આગવી ઓળખ ઉભી કરનાર પાબીબેન ભારતભરની ગ્રામીણ મહિલાઓ માટે પ્રેરણસ્રોત છે.