રોહના પવનચક્કીની વીજલાઇને ઢેલનો લીધો ભોગ

નખત્રાણા તાલુકાના રોહા ગામે ફરી એકવાર ઢેલનો જીવ વીજલાઇનના પાપે ગયો છે, જો કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અને સુઝલોનની વીજલાઇન વચ્ચે આ ઢેલનો મૃતદેહ મળી આવ્યો છે.રોહા સુમરીમાં આવેલા મોરવીડી વિસ્તારમાં આ ઘટના સર્જાઈ હતી,આજે વહેલી સવારે ઢેલનો મૃતદેહ જોવા મળતા સ્થાનિકોએ વનવિભાગને જાણ કરી હતી.આરએફઓ કરણસિંહ રાજપૂતે જણાવ્યું કે,અમે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.