અંજારના એક વિસ્તારમાં ઘરમાંથી રૂ. 6.16.000નો દારૂ બીયર પકડાયો

અંજારમાં નવા આવેલા પી.આઈ. દ્વારા આવતાની સાથે જ શરાબના બુટલેગરના અડ્ડા પર રેડ પાડી હતી અને દારૂ- બિયર મળી કુલ 6,16,200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તો બીજી તરફ અડધી રાતે રેડ પાડી હોવા છતાં 2 આરોપી માંથી એક પણ આરોપી પોલીસની કબજામાં ન આવતા આશ્ચર્ય ફેલાયું છે.આ અંગે બાતમી મળતા મુજબ અંજારના નગરપાલિકા વિસ્તારમાં આવેલા રામદેવપીર મંદિર પાછળ વર્ષોથી પિતા-પુત્ર દ્વારા હપ્તાના જોરે ઇંગ્લિશ દારૂ વેચવાનો ધંધો કરતાં હત જે સંદર્ભે 1 દિવસ પહેલા જ અંજાર પોલીસ સ્ટેશનના નવા પી.આઈ. તરીકે નિમણૂક પામેલ એમ.એન. રાણા દ્વારા અડધી રાત્રે બુટલેગરના રહેણાંક મકાન પર રેડ પાડવામાં આવી હતી..જેમાં જુદા જુદા બ્રાન્ડની રૂ. 5,49,000ના કિંમતની 1488 દારૂની બોટલો મળી આવી હતી તેમજ રૂ. 67,200ના કિંમતના 500 એમ.એલ.ના બિયરના ટીન પણ મળી આવ્યા હતા. જેથી પોલીસ દ્વારા રૂ. 1,00,000ના કિંમતની રીક્ષા તથા 1 મોબાઈલ સહિત કુલ રૂ. 7,17,200નો માલ પકડી પાડવામાં આવ્યો હતો. આ રેડમાં નવાઈની વાત એ છે કે, અડધી રાત્રે રેડ પાડવામાં આવી હોવા છતાં. તો બીજી તરફ નવા પી.આઈ. દ્વારા આવતાની સાથે બુટલેગર પર રેડ પાડવામાં આવતા અનેક પ્યાસીઓના પેટ પર તેલ રેડાયું હતું. ચિત્રકૂટ સર્કલ પાસેથી એક્ટિવામાં લઇ જવાતી 24 બોટલ દારૂ મળી આવ્યો અંજાર પોલીસ જ્યારે ચિત્રકૂટ સર્કલ પાસે વાહન ચેકીંગ કરી રહી હતી ત્યારે એક એક્ટિવા ચાલક શંકાસ્પદ લાગતા તપાસ કરતા એક્ટિવા માંથી રૂ. 9000ના કિંમતની 24 બોટલ દારૂ મળી આવ્યો હતો અને આરોપી પોતે ભુજના યુવક પાસેથી હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત વધુ પૂછપરછમાં તેણે શરાબનું વેચાણ કરવા માટે અંજારના યુવક પાસેથી દારૂ ખરીદ્યું હોવાનું કબુલ્યું હતું.