ઊનાના વડલામાં મહીલાએ ગેસનો ચુલ્લો સળગાવતા ધરના પાંચ સભ્યો આગની ઝપટે
ઉના શહેરના વડલા વિસ્તારમાં ગતરાત્રીના સમયે મુસ્લીમ શ્રમિક પરીવારની મહીલા ગેસનો ચુલ્લો સળગાવતા અચાનક આગ લાગતા પરીવારના પાંચ સભ્યો ગંભીર રીતે દાઝી જતાં તમામને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવતા જ્યાં તબીબે 3 ની હાલત ગંભીર હોવાનું જણાવતા વધુ સારવાર અર્થે અમદાવાદ રીફર કરેલ જ્યારે આગની ધટના બનતા સ્થળ પર તેમજ હોસ્પીટલે લોકો વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ વડાલા વિસ્તારમાં રહેતા મુસ્લીમ શ્રમિક પરીવારના ઇકબાલભાઇ રેમાનભાઇ બ્લોચ તેમના પત્નિ અલ્લારખીબેન, પુત્ર અલ્ફાઝ ઉ.વ. 16 અને બે પુત્રીઓ અકક્ષા ઉ.વ.11, અલ્સીફા ઉ.વ.13 મળી શ્રમિક પરીવારના તમામ સભ્યો પેટ્યુ રળવા મજુરી કામ કરતા હોય જેમાં ગઇકાલ તા.9 માર્ચના રોજ સવારે ધરના પાચેય સભ્યો મજુરી કામે ગયેલ હોય અને સાંજના સમયે ધરે પરત ફર્યા હતા.
અને રાત્રીના રસોઇ બનાવતા પહેલા ગેસના બાટલાની પાઇપ ચુલ્લા સાથે જોડેલ હતી. અને બાદમાં પરીવારના સભ્યો ધરમાં રોજીદી વાત કરી અને નવ વાગ્યાની આસપાસ અલ્લારખીબેન ઓસરીમાં રસોઇ બનાવવા ગયેલ અને પરીવારના અન્ય સભ્યો ધરમાંજ હતા.