મોરબીની સગીરા સાથે દુષ્કર્મ આચરનાર સહીતે બે ઇસમો જેલ હવાલે

0c11682a2401e1f0268568081184403bca9c737e722453d0c64172ef7c365cbc

મોરબીની ૧૨ વર્ષ ૭ માસની સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય જેમાં ભોગ બનનારના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી વિજય તેજાભાઈ અગેચણીયા રહે નવલખી બાયપાસ વાળાએ તેને એકટીવા શીખવવાનું કહી બેસાડી હાઈવે પર લઇ ગયો હતો જયાંથી હળવદ લઇ જઈને કપડા લીધા હતા અને બાદમાં માળિયા લઇ ગયો હતો જયાં રાત્રીના માળિયા પુલ પાસે આવેલ ચાની દુકાન વાળા ડાડા મિયાણા રહે માળિયા વાળા સાથે આરોપી વિજયે વાત કરી હતી અને તેના ઘરે લઇ ગયો હતો જયાં આરોપી વિજયે બે વખત દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં કોઈને કહીશ તો ધમકી આપી હતી જેથી સગીરા ડરી ગઈ હોય જે અંગે પરિવારને વાત કરતા પિતાએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી દુષ્કર્મની ફરિયાદ નોંધી વધુ તપાસ પીઆઈ આઈ એમ કોઢિયાની ટીમ ચલાવતી હોય જેમાં આરોપી વિજય તેજાભાઈ અગેચણીયા અને મદદગારી કરનાર ડાડા મિયાણા રહે માળિયા એમ બંને ઇસમોને ઝડપી લેવાયા છે તેમજ આરોપી પાસેથી એકટીવા કબજે લીધું છે ઝડપાયેલા બંને આરોપીને કોર્ટમાં રજુ કરી બાદમાં જેલહવાલે કરવામાં આવ્યા હતા.