અંજાર પોસ્ટે હાઇવેની હોટલો પર શંકાસ્પદ તેલ(સોયાબીન)ની ચોરી કરતા ત્રણનોઈસમો પકડી પાડતી અંજાર પોલીસ

મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર.મોથાલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓએ તથા નાયબ પોલીસ અધિક્ષક સા. અંજાર વિભાગ અંજાર તથા અંજાર પી.આઇ.શ્રી એમ.એન.રાણા સા.નાઓના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ સ્ટાફે મુજજફફર હોટલ ખેડોઈ સીમ મધ્યેથી સોયાબીન તેલના ડબ્બાઓ નંગ-૦૬ કિ.રૂ.૭૨૦૦/- ના મુદામાલ તથા સોયાબીન તેલ ભરેલ ટેન્કર નંબર- જી.જે.૧ર.એ.ઝેડ.૫૧૮૩ તથા જી.જે.૧૨.બી.ટી.૧૭રર વાળુ એમ બંને સોયાબીન ભરેલ તેલ સાથે કિ.રૂ.૯૪,૦૦૦૦૦/- એમ કુલ્લે કિ.રૂ.૯૪,૦૭૨૦૦/-ગણી શક પડતા મુદામાલ તરીકે સી.આર.પી.સીક્લમ ૧૦ર મુજબ મુદામાલ કબ્જે કરેલ આમ હોટલ માલીક તથા ગાડીના ડ્રાઇવર પોતાના ફાયદા સારૂ ત્રણેય ઇસમો તેલ(સોયાબીન) ભરેલા ટેન્કરનો કંપની સીલ હટાવીને ચોરી કરતા પકડી પાડેલ તેઓના અટકાયતા ના કારણો ની સમજ કરી સી.આર.પી.સી.કમલ ૪૧(૧)(ડી)મુજબ ધોરણસર અટક કરેલ છે.અને કંપનીના માલીક સર્પક કરી આગળની કાયદેશરની કાર્યવાહી ચાલુમાછે પકડાયેલ આરોપી (૧)મહમદઅખતર અબ્દુલહમીદ ઉ.વ.૩૧ રહે- મુજ્જકુરપુર બીહાર હોટલ ખેડોઈ મુળ રહે-જીટકાહી મધુબન જી- મુજ્જફુરપુર બીહાર (ર) રાજેન્દ્રસિંહ હેતુભા જાડેજા ઉ.વ.૩૪ રહે-સણવા તા-રાપર (૩) પદમારામ જોરારામજી ભીલ ઉ.વ.૩૩ રહે-ગુડામાણજી તા-બાડમેર રાજસ્થાન કબ્જે કરેલ મુદામાલ ટેન્કર નંબર-(૧) જી.જે.૧૨.એ.ઝેડ.૫૧૮૩ તથા જી.જે.૧૨.બી.ટી.૧૭૨૨ માં ભરેલ સોસાબીન તેલ એમ બંને સોયાબીન ભરેલ તેલ સાથે કિ.રૂ.૯૪,૦૦૦૦૦ તથા સોસાબીન તેલ ભરેલ ડબ્બા નંગ-૦૬ કિ.રૂ.૭૨૦૦/- એમ કુલ્લે કિ.રૂ. કિ.રૂ.૯૪,૦૭૨૦૦/- આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એમ.એન.રાણા સાહેબના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા.