ભુજ શહેર માં થયેલ ઘરફોડ ચોરી નો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી બી ડિવિજન સર્વેલન્સ ટીમ

શ્રી જેઆર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ ભુજ તથા શ્રી સૌરભ સિંઘ |પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એન.પંચાલ સાહેબની સુચના મુજબ પો.સ્ટે ખાતેના વણશોધાયેલ ગુન્હા શોધવા માટે જરૂરી સુચના આપેલ. જે અનુસંધાને પો.ઇન્સ એસ.બી, વસાવા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર બી-ડીવી ‘ પો.સ્ટે ફર્સ્ટગુ.ર.નં-૦૩૫૯/૨૧ આઇ.પી.સી.ક.૩૮૦,૪૫૭ મુજબના ગુના કામેના ફરીયાદી ના ગોડાઉનમાં રાખેલ કે્ટરસના પીતળના વાસણો ની ચોરી થયેલ હોય જેથી અલગ-અલગ ટીમો બનાવી સી.સી.ટી.વી કેમેરાના ફુટેજ મેળવી તેમજ ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સીસના માધ્યમથી સદરહુ વણ શોધાયેલ ગુનો શોધી કાઢવા પોલીસ સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા. દરમ્યાન એ.એસ.આઇ પંકજકુમાર આર કુશવાહા નાઓને ખાનગી રાહે સચોટ અને ભરોષાપાત્ર બાતમી હકીકત મળેલ કે,ઉપરોક્ત ગુના કામે ચોરી કરનાર દિપક અશોકભાઇ ચોહ્મણ (વાસપોડા) ને હંગામી આવાસ ભુજ થી સર્વેલન્સ ટીમ એ રાઉન્ડપ કરી પો.સ્ટે લાવી પો.ઇન્સ શ્રી એસ.બી.વસાવા તથા પો.સબ.ઇન્સ વી.આર.ઉલવા નાઓએ યુકતિ-પ્રયુક્તિ થી પુછપરછ કરતા આરોપી ઉપરોક્ત ગુન્હાની કબુલાત આપેલ જેથી આ કામે કોવીડ-૧૯ અંગે મેડીકલ ચકાસણી સારુ મોકલી આપવામા આવેલ અને આ કામેના ઓરપીને અટક કરવામા આવેલ વધુ તપાસ પો.સબ.ઇન્સ વી.આર.ઉલવા નાઓ ચલાવી રહેલ છે. આરોપી:- (૧) દિપક અશોકભાઇ ચૌહાણ (વાસપોડા) ઉ.વ. ૨૦ રહે. જીઆઇડીસી હંગામી આવાસ ભારત ગેસની બાજુ મા ભુજ આરોપી પકડવાનો બાકી (૧) અજય લુપતબાબુ પરમાર રહે. માળીયા ચોકડી લોજની સામે ભુંગામા માળીયા જી.મોરબી હાલ.રહે. હુસેનીચોક ની સામે સેક્ટર ૧૨ હંગામીઆવાસ ભુજ મુદામાલની વિગતઃ- (૧) પીતળ ધાતુના વાસણો જેમાં (&) સગડી નંઞગ-૦૨ (8) બાઉલ નંગ-૧૦(૦) બાઉલના ઢાકણા નંગ- ૧૧ (૩) ફ્યુલ રાખવાની પ્લેટ નંગ-૦૧ કી.રૂ.૫૮,૫૦૦ (૨) રીયર ઓટો રીક્ષા નંબર જી.જે.૧૨ વાય ૪૦૩૦ કી.રૂ. ૫૦,૦૦૦/- કુલ્લ મુદ્દામાલ કિ.રૂ.૧૦૮,૫૦૦/- ઉપરોકત કામગીરી પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.બી વસાવા સાહેબના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ વી.આર.ઉલવા તથા એ.એસ.આઇ. પંકજકુમાર કુશવાહા, પો.કોન્સ રાજેન્દ્રસિંહ રાઠોડ તથા નિલેષકુમાર રાડા તથા પ્ૃથ્વીરાજસિંહ જાડેજા તથા નવીનકુમાર જોષી તથા મહીપાલસિંહ ગોહીલ એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ સફળ કામગીરી કરેલ,