મહેસાણાના યુવક સાથે લગ્નના નામે 2 લાખ રૂપિયાની છેતરપિંડી

મહેસાણાના એક યુવક સાથે લગ્નના નામે 2 લાખ રૂપિયાની છેતરપિંડી થયાનો કિસ્સો રાજપીપળામાં સામે આવ્યો છે. યુવકે લગ્ન કર્યા, નક્કી થયા મુજબ 5 લાખ રૂપિયા યુવતીના પિતાને પણ આપ્યા. લગ્ન કરી પોતાની પત્ની સાથે યુવક ઘરે ગયો અને 2 દિવસ બાદ યુવકના ભાઈ સાથે પત્ની બજારમાં ખરીદી કરવા ગઈ ત્યાંથી એ ભાગી ગઈ. યુવક જ્યારે એને શોધવા નીકળ્યો ત્યારે ખબર પડી કે સાસરિયાઓ બનાવટી હતા. રાજપીપળા પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

મહેસાણાના કડી તાલુકાના માથાસુર ગામના યુવક મિતેશ બાબુભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ મારા પરિવારે લગ્ન બાબતે કાકાના દિકરા પ્રકાશ પટેલને વાત કરી. પ્રકાશના લગ્ન ડભોઈ તાલુકામાં ગોપલપુરા ગામમાં રફીકભાઈ અબીબભાઈ શેખે કરાવ્યા હતા. ગત 08/02/2021ના રોજ હું, મારા ભાઈ, બહેન અને માતા પિતા છોકરી જોવા નીકળ્યા. દરમિયાન રફીકભાઈ અમને ગરુડેશ્વર તાલુકાના ભાદરવા મંદિરે લઈ ગયા, જ્યાં છોકરીના ભાઈની ઓળખ આપી જયેશ અને ગણેશ નામના વ્યક્તિઓ નજીકના ઓરપા ગામે છોકરીના પિતા ગણપતભાઈના ઘરે લઈ ગયા અને એમની દિકરી આશા સાથે 14/02/2021ના રોજ લગ્ન કરવાનું નક્કી થયું. રફીકભાઈ અને ગણેશ ભાઈએ લગ્નના ખર્ચ પેટે છોકરીના પિતાને 2 લાખ આપવા જણાવ્યું હતું, તો અમે લગ્નના કપડાં લેવા 20,000 રૂપિયા આપ્યા પણ ખરા

અચાનક રફીકભાઈનો એવો ફોન આવ્યો કે છોકરીના ગામમાં મરણ થયું છે એટલે મંદિરમાં લગ્ન કરવા પડશે. જેથી હું મારા પરિવારના અન્ય સભ્યો સાથે રાજપીપળા આવવા નીકળ્યો ત્યાંથી રફીકભાઈ, ગણેશ ભાઈ અને ગણપત ભાઈ અમને નાંદોદ તાલુકાના ગુવાર ગામે મંદિરમાં લઈ ગયા, જ્યાં અમારા લગ્ન થયું, બાદ અમે છોકરીના પિતા ગણપત ભાઈને 2 લાખ રૂપિયા રોકડા આપી મારા મૂળ કલોલ ગામ આવતા રહ્યા. 2 દિવસ બાદ મારી બહેન ભૂમિકા અને પત્ની આશા કલોલ ગામના બજારમાં ખરીદી કરવા ગયા, ત્યાંથી મારી પત્ની આશા ભાગી ગઈ

મારા લગ્ન કરાવનારનો પણ સંપર્ક કરવા છતાં થયો નહિ. અમે જ્યારે છોકરીના ઘરે ઓરપા આવ્યા ત્યારે જાણવા મળ્યું કે છોકરી પણ ત્યાં નથી એનું આધારકાર્ડ પણ બનાવટી હતું, એના પિતાને પણ પિતાની ખોટી ભૂમિકા અદા કરવા 1500 રૂપિયા આપ્યા હતા. કહેવાતો ભાઈ અને સંબંધી પણ ગાયબ હતા અને ઘર પણ એમનું નહોતું. બાદ અમે છેતરાયા હોવાનું જણાતા એ તમામ લોકો વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છ

રાજપીપળા પોલીસે રફીક અબીબ શેખ, મૂળ રહે.સંખેડા હાલ ડભોઈ, જયેશ વસાવા (છોકરીનો કહેવાતો સંબંધી), ગણેશ વસાવા (છોકરીનો કહેવાતો ભાઈ), આશા (લગ્ન કરનાર યુવતી સામે ફરિયાદ નોંધી છે