રાજુલા તાલુકાના ડુંગર ગામે નીલકંઠ મહાદેવ મંદિરમાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા….
આજે જ્યારે મહાશિવરાત્રીનો પર્વ છે, ત્યારે રાજુલા તાલુકાના ડુંગર ગામે રામ દરબાર આશ્રમમાં આવેલ નીલકંઠ મહાદેવ મંદિરમાં ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે ભક્તજનો ઉમટી પડ્યા હતા. શિવભક્તો દ્વારા ભોળાનાથના આશીર્વાદ મેળવવા માટે દૂધનો અભિષેક , બિલિપત્રો , તેમજ જળનો અભિષેક , વગેરેથી ભગવાન ભોળાનાથની પૂજા કરવામાં આવી હતી. અને ફુલ , વૃક્ષોના પાંદડા થી સુંદર મજાનો શણગાર કરવામાં આવ્યું હતો. ત્યારે નીલકંઠ મહાદેવ મંદિરમાં વહેલી સવારથી ભાવી-ભક્તોની ભીડ જામી હતી. આ રામદરબાર આશ્રમ વર્ષો જૂનો શુ-પ્રખ્યાત આશ્રમ છે. આ આશ્રમમાં નાના-મોટા મંદિરો આવેલા છે.જેમા ભોળાનાથ નુ મંદિર આવેલું છે. તેમજ રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજી મહારાજનું નદી કિનારે મંદિર આવેલું છે. નીલકંઠ મહાદેવ મંદિરમાં કોરોનાની ગાઈડલાઈન મુજબ શિવરાત્રીપર્વની સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી….રીપોર્ટર:-ધર્મેશ મહેતા રાજુલા….