ભારતમાં કોવિડ-19નાકહેરમાં રાહત: નવા 24489 કેસ નોધાયા

ભારતમાં કોવિડ-19ના વધતા કેસમાં આજે રાહત હોય તેમ નવા કેસની સંખ્યામાં થોડો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં 24492 કેસ નોંધાયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના રીપોર્ટ પ્રમાણે ભારતમાં નવા 24489 કેસ નોંધાયા સાથે કુલ સંખ્યા 1.14 કરોડ પર પહોંચી છે. કુલ મોતનો આંક 158892 થયો છે.એકટીવ કેસોની સંખ્યાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારત 11 માં સ્થાને આવ્યુ છે. છેલ્લા 24 કલાક દરમ્યાન મહારાષ્ટ્રમાં 15051 નવા કેસ નોંધાયા હતા અને 48 લોકોનાં મોત થયા હતા.દેશનાં સૌથી વધુ સંક્રમિત 5 રાજયોમાં મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ તથા તામીલનાડુનો સમાવેશ થાય છે. દેશમાં કુલ 10 રાજયોમાં કોવિડ-19ના નવા કેસ વધી રહ્યા છે. તેમાં મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત, છતીસગઢ, મધ્યપ્રદેશ, તામીલનાડુ, હરીયાણા, દિલ્હી તથા આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે.