ભુજ શહેરના અરિહંતનગર ખાતે ધારાસભ્ય નીમાબેન આર્ચાય દ્વારા 20 લીટરના પાણીના ટાંકાનું ખાતમુહર્ત કરવામાં આવ્યું.
ભુજ તાલુકાનાં ધારાસભ્ય શ્રી ડો.નીમાબેન આર્ચાય દ્વારા ભુજના મુન્દ્રા રીલોકેશન સાઇટ આવેલા અરિહંતનગરમાં 20 હજાર લીટરનો પાણીનો ટાંકો બનાવવાના કાર્યની પુજા વિધિ કરી ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. જે ટાંકો બનાવવાનું કાર્ય રૂ.15 લાખના ખર્ચે કરવામાં આવશે.રાજ્ય સરકાર દ્વારા અપાયેલા રૂ.30 કરોડના ફંડ દ્વારા ભુજની ડીસ્ટ્રીબ્યુશન સિસ્ટમના કાર્યો કરાશે એવું જાણવા મળેલ છે કે જે દ્વારા સામાન્ય જનતાને વેઠવી પડતી પાણીની સમસ્યાનો નિકાલ લાવવું શક્ય બની શકે. અરિહંતનગર વિસ્તારના પાણીની સમસ્યાથી ત્રસ્ત લોકો દ્વારા 20 હજાર લીટર પાણીની જરૂરિયાત હોવાનું જણાવતા તેમની માંગને ધ્યાનમાં લઈ ત્યાં આ 20 લીટરના પાણીનો ટાંકો બનાવવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ધારાસભ્યશ્રી નું વિપક્ષના નેતા દ્વારા અપાયેલા સૂચનોના પ્રત્યુતર સ્વરૂપે કહેવું છે.સૌ કોઈના પ્રજાના કલ્યાણી લક્ષી કહેવાતા સૂચનો આવકાર્ય રહેશે. તેઓએ જણાવ્યા અનુસાર અહીંના આ ટાંકો બનાવવાનું કાર્ય છ મહિના પહેલા જ નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ ચૂંટણી આચારસંહિતાના કારણે આ કાર્યમાં વિલંબ થયો છે જયરે આ કાર્યનું આખરે હાથ ધરાયું છે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.