ભુજના હોસ્પિટલ રોડ ના ખાડા બાબતે તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ જ પગલાં ભરવામાં નથી આવતા ત્યારે કોંગ્રેસનાં નગરસેવકો દ્વારા રસ્તામાં જ્યાં ખાડા છે ત્યાં ફૂલ ઉગાડી તંત્રનું ધ્યાન દોરવા એક નવતર પ્રયાસ કરવામાં આવ્યો.

ભુજ નગરપાલિકા તંત્ર તેના કામ કરવામાં અને તેની ફરજ અદા કરવામાં સંદતર નિષ્ફળ નિવડ્યું છે. ત્યારે ભુજના 24 એ કલાકે ધમધમતા અને સતત અવર જવર વાળા કારોબારી ચેરમેન ઉપપ્રમુખીશ્રી ના વોર્ડ નં.9 વિસ્તાર એટલે કે હોસ્પિટલ રોડ વિસ્તારના રસ્તાની હાલત અત્યંત ખરાબ છે. શહેરનો મુખ્ય માર્ગ ગણાતો એવો આ હોસ્પિટલ રોડની હાલત ખૂબ જ દયનીય હાલતમાં જોવા મળી રહ્યો છે. ત્યારે વિપક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાના સથવારે કેટલાક નગરસેવકો તથા કોંગ્રેસના આગેવાનો દ્વારા આ રસ્તા પર જ્યાં જ્યાં ખાડાઓ  છે ત્યાં ફૂલો ઉગાડી તંત્રને એવી ચીમકી આપેલ કે જો તંત્ર દ્વારા શહેરના આ મુખ્ય રસ્તા બાબતે ધ્યાન નહિઁ દોરવામાં આવે તો અહીં મોટા વૃક્ષો ઉગાડી આ ખાડા તંત્રને નજરે પડે તેમ બનાવવા પડશે. આવા જર્જરિત રસ્તા અને માર્ગમાં આવતા ખાડાઓને કારણે પસાર થતાં વાહન ચાલકોને મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે. તો તંત્રએ બાબતને  નજરે પાડવી એ તંત્રની આગવી ફરજ છે. જે બાબતે વિપક્ષના નેતાશ્રીનું કહેવું છે કે જો આ સતધીસો નો કેટલાય હોસ્પિટલોથી ભરપૂર આ હોસ્પિટલ રોડની દયનીય હાલત આંખે ન ચડતી હોય તો તેઓએ અહીં જ આવી હોસ્પીટલમાં આવી પોતાની આંખ બતાડવાની જરૂર છે.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *