ભુજની કલેક્ટર કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1110 લાખના કામની મંજૂરી આપવામાં આવી.
ભુજની કલેક્ટર કચેરી ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવેલ. સમગ્ર કચ્છ જિલ્લાની 1110 લાખના કામોની અહીં આ બેઠકમાં મંજૂરી અપાઈ હતી.અગાઉના બાકી રહેલા કામો તથા મળેલી અરજીઓ અંગેની અહીં ચર્ચા-વિચારણાના કરવામાં આવી હતી.પ્રક્રિયામાં રહેલ કાર્યો શક્ય તેમ ઝડપથી પૂર્ણ થાય અને લોકોને તેનો લાભ મળે તેવું આયોજન નક્કી કરવામાં આવ્યું હતું. આગામી ઉનાળાને ધ્યાનમાં લેતા એ ધ્યાનમાં લેવાયેલ કે પાણી અને બોર પુરવઠા બોર્ડ મારફત 69 બનાવવાનું આયોજન કરાયેલ હતું તે પૈકી 39 બોરનું કામ પૂર્ણ થયું છે.જે વિસ્તારમાં તળમાં જ પાણી નથી તેવા વિસ્તારોને પાણી પહોંચાડવા ટેન્કરોની સુવિધા કરવામાં આવેલ છે. હાલમાં કુલ 13 ટેન્કરો કાર્યરત છે.આ બેઠકમાં આગામી ગરમીને ધ્યાનમાં લઈ ઊભી થતી પાણીની ખપની શક્યતાને પહોંચી વળવા બીજા વધુ ટેન્કરોની સુવિધા કરવાનું નક્કી કરાયું છે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.