મીરજાપર હાઇવે પાસે આવેલી કે.ડી.મોટર્સની સામે કપાસની ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
ભુજ તાલુકાનાં મીરજાપર હાઇવે પર કે.ડી.મોટર્સની સામે શનિવારે સાંજે કપાસની ટ્રકમાં આગ લાગી હતી અને આ આગને કાબૂ કરવા માટે ફાયર ફાઇટરનો સંપર્ક સાંધવામાં આવ્યું હતું ફાયર ફાઇટરની ટિમ તરતજ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબુમાં લીધી હતી અને આગને કાબુમાં લાવા માટે ફાયર ફાઇટરની ટિમે 1 કલાક જેટલું સમય લીધું હતું.નગરપાલિકાના ફાયર ઓફિસર અનિલ કુમાર મારૂ એ જણાવ્યુ હતું કે જી.ઇ.બી.ના થાંભલામાં લાગેલા ઇલેકટ્રોનિક વાયરો આ ટ્રકમાં ભરેલ કપાસને અડી જવાના કારણે આ આગ લાગી હતી. આ આગ કાબુમાં થઈ હતી. અને કોઈ જાનહાની સર્જાઈ ન હતી.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.