માંડવીના હજીરા પાસે પોતાની ગાડીમાં સૂતેલા ડ્રાઈવર મૃત હાલતમાં મળ્યો.

માંડવી હજીરા પાસે પોતાની ગાડીમાં સૂતેલા ડ્રાઈવર સવારના મૃતક હાલતમાં મડી આવ્યો હતો. માંડવી પોલીસમાંથી મળતી વિગતો અનુસાર મરણજનાર સુરેશપુરી સંતોષપૂરી ગોસ્વામી રહે,રતલામ-મધ્યેપ્રદેશ ડ્રાઈવર જે ગત તા.27/3 ના રતલમાંથી માંડવી ગાડી ફોરવ્હીલ ટ્રાવેરા નં.એમ.પી. 09 બી.ડી.0697 વાળીથી વ્હોરા સમાજના પેસેન્જરોને લઈને માંડવી હજીરા ખાતે તા.31/3 ના પહોંચ્યો હતો તથા રાત રોકવા દરમિયાન પોતે મરણ જનાર ડ્રાઈવર પોતાની ગાડીમાં હજીરા બહાર સૂઈ ગયો હતો. તેને મોડી રાતના પેટમાં દુખાવો થતાં દવા લઈને ફરી પોતાની ગાડીમાં સૂઈ ગયો હતો. આજે સવારના 8:30 વાગ્યાના સમયમાં તેની બાજુમાં ઉભેલ ગાડીના અન્ય ડ્રાઇવરે તેને ઉઠાડતા તે ઉઠયો ન હતો અને મૃત હાલતમાં મળી આવતા પોલીસે લાસનો કબ્જો મેળવી પી.એમ. માટે મોકલવામા આવી. વધુમાં કયા કારણોસર તેનું મૃત્યુ નીપજયું છે. તે રિપોર્ટ આવવાથી ખબર પડશે. પ્રાથમિક ધોરણે હાર્ટએટેકથી તેનું મૃત્યુ નીપજયું હોય તેવું લાગે છે.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *