ભુજ શહેરમાં આવેલી શરાફ બજારની દુકાનોના ચોરોએ તોળ્યા તાળા.
ભુજ શહેરમાં આવેલી શરાફ બજારમાં ઇમિટેશન ઝવેલરી તથા કાપડની દુકાનના તાળા તોળીને ચોરીની ઘટના સામે આવી હતી. પી.આર.ઇમિટેશન નામની દુકાનના તાળા તોડીને કોઈ અજાણ્યા શખ્સોની ટોળીએ દુકાનમાં રહેલી રોકડ રૂ.8000 ચોરી ગયા હતા.જ્યારે સામે આવેલી કાપડની દુકાનમાં તાળા તોડીને ચોરીનો પ્રયાસ પણ કરાયો હતો. બજારમાં ચોરોની ટોળીના આટાફેરાથી વેપારીઓમાં કચવાટ ફેલાઈ રહ્યો છે. તથા પોલીસની પેટ્રોલીંગ સઘન બનાવાય તેવી માંગ ઉઠવા પામી છે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.