છેલ્લા 2વર્ષથી નાસતો આરોપીને શીણય – તુના રોડ પરથી પકડી પાડવામાં આવ્યો
ભુજના આઈ.જી.પી. જે.આર.મોથલીયા માર્ગદર્શન હેઠળ તેમજ પશ્ર્ચિમ કચ્છ-ભુજના પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ દ્વારા પશ્ર્ચિમ-કચ્છ-ભુજ જીલ્લામાં નાસતા-ફરતા પેરોલ, ફર્લો, વચગાળા જામીન, પોલીસ જાપ્તા ફરારી તેમજ જેલ ફરારી કેદી/આરોપીઓને પકડવા સૂચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને પેરોલ, ફર્લો સ્કોડ, ભુજના સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા. દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડના પો.સ.ઈ. તથા સ્ટાફના માણસો પુર્વ કચ્છ જીલ્લામાં પેટ્રોલીંગમાં હતા ત્યારે મળતી માહિતી હકીકત મળેલ કે, મહિલા પો.સ્ટે. મહિલા અત્યાચાર તેમજ દહેજ ધારાના ગુનાનો છેલ્લા 2 વર્ષથી નાસતો-ફરતો આરોપી રહે. કેશવનગર-1, મ.નં. 196 આદિપુર વાળો શીણાયથી તુણા બંદર તરફ જતા રસ્તાની પશ્ર્ચિમ બાજુ સરકારી મહિલા હોસ્ટેલ પાછળ શીણાય સીમમાં એક અવાવરુ ઓરડીની ચાલીમાં સુતેલ હોવાની માહિતી આધારે મજક્રુરને પકડી પાડી સી.આર.પી.સી. કલમ 41(1)(i) મુજબ પકડી પાડી આગળની કાર્યવાહી માટે ભુજ મહિલા પોલીસ મથકએ હાથ ધરી હતી . ઉપરોક્ત કામગીરીમાં પેરોલ ફર્લો સ્કોડના પો.સબ.ઈન્સ. એસ.એ.મહેશ્ર્વરી તથા એ.એસ.આઈ. હરીલાલ બારોટ તથા પો.હેડ.કોન્સ. ધર્મેન્દ્ર રાવલ તથા દીનેશભાઈ ગઢવી, રઘુવીરસિંહ જાડેજા તથા વિરેન્દ્રસિંહ પરમાર તથા ડ્રા.પો.કો. સુરેશભાઈ ચૌધરીનાઓ જોડાયેલ હતા.