LED લાઇટના બોકસમાં ઘુસાડનાર 9.29.000નો ઇંગ્લિશ શરાબ પકડાયો

કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી નશીલા દ્રવ્યો છુપાડવાના અનેક ગુન્હાઓ નોંધાયા છે ત્યારે ફરી આડેસર ચેકપોસ્ટ ખાતેથી ટેમ્પામાં છુપાડીને લઈ જતાં રહેલા 9.29.000ની કિંમતનો દારૂનો જથ્થાને પોલીસે કબ્જે કરીને એકની પકડ કરી હતી. તો હાજર ન મળી આવેલા બે અન્ય આરોપી વીરુદ્ધ ગુનો નોધાયો હતો.આડેસર પોલીસને મળેલી માહિતીને આધારે ટેમ્પો રોકીને તપાસ કરાતા તેમાંથી શરાબની 6408 બોટલ મળી આવી હતી. જેની કિંમત 9.29.000 થાય છે. તો આ સાથે ટેમ્પો, મોબાઈલ તેમજ led લાઈટના 532 બોક્સ મળીને કુલ 32,41,724 નો મુદામાલ કબ્જે કરાયો હતો જયારે 1 આરોપી પકડાઈ ગયો હતો જયારે કચ્છમાં શરાબનો જથ્થો ઘુસાડનાર અનય આરોપી (રહે. લોહરુ, હરિયાણા) રેડ દરમ્યાન સ્થળ પરથી નાસી જનાર અન્ય 1 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાય હતી.