ગઢસીસા ગામે અંબાજી મંદીર ખાતે પરમ પુજય દેવી શ્રી ચંદુમાં જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો

ગઢસીસા ગામે અંબાજી મંદીર ખાતે પરમ પુજય દેવી શ્રી ચંદુમાં જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો  યોગનું યોગ ચંદુમાં ના જન્મદિવસે મંગળવાર હોતા ભક્તો ને અંબાજી મંદિરે થતી એકસો આઠ દીવડા ની મહાઆરતી નો પણ લાભ મળેલ અને પરમ પૂજ્ય ચંદુમાં જન્મદિવસ નિમિતે અબોલા જીવો જેમકે ગાયો ને ઘાસચારો કુતરાઓ ને દૂધ રોટલા તેમજ પક્ષીઓને ચણ નાખવા માં આવેલ આ કાર્ય ચંદુ માં રોજ ના માટે નિયમિત સેવા કરતાજ હોય છે તો જન્મદિવસ ના દિવસે જરૂરિયાત મંદો ને ફૂડ કિટો નું વિતરણ કરવા માં આવેલ  અને સોમવારે સાંજ થીજ મંદિર માં ભક્તો ની મોટી ભીડ જોવા મળેલ અને મુંબઈ. સુરત .આણંદ. વડોદરા. રાજકોટ.મોરબી.તેમજ કચ્છ અને ગઢસીશા ગામ અને આજુબાજુ ના ગામ્ય વિસ્તાર માંથી પધારેલ ભક્તો દ્વારા આખોદીવસ ભજન કીર્તન અને રાસ ગરબા ની રમઝટ બોલાવીને એક ભક્તિમય વાતાવરણ ઉભું કરી દીધેલ હતો અને મંગળવારે સવારે પૂજા અર્ચના બપોરે મહાપ્રસાદ અને રાત્રે આનંદ નો ગરબો અને ચંદુમાં દ્વારા મહાઆરતી અને આશીર્વાદ  આશીર્વચન નું આયોજન કરવા માં આવેલ હતું અને આ આયોજન સરકાર શ્રી ના ગાઈડલાઈન ના નિયમ મુજબ કરવા માં આવેલ હતો   રિપોટ બાય:દિલીપ જોશી ગઢસીશા