ખાવડા પાસે જીપ પલ્ટી જતાં યુવકનું મોત.

ભુજ તાલુકાનાં ખાવડા પંથકમાં આવેલા વડગામ પાટિયા પાસે જીપ પલ્ટી ખાઈ જતાં 15 વર્ષના યુવકનું મોત નીપજયું હતું. જ્યારે અન્ય બે જણાને નાની-મોટી ઇજાઓ થઈ હતી. ખાવડા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ રાજમામદ આમદ હાલેપોત્રા નામના યુવકનું મૃત્યુ થયું હતું.આ તરૂણ અન્ય બે જણ જીપથી વડગામ પાટિયા પાસેથી પસાર થતાં હતા. ત્યારે જીપ ચાલક ખાનમામદ હાલેપોત્રાએ સ્ટિયરિંગ ઉપરથી પોતાનું કાબૂ ગુમાવતાં ગાડી પલ્ટી ખાઈ ગઈ હતી. જેમાં રાજમામદના માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નીપજયું હતું. જ્યારે અન્ય બે જણને ઇજાઓ થઈ હતી.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *