માંડવી તાલુકના કોકલીયા ગામની પરિણિતાએ કર્યો આપઘાત
માંડવી કોકલીયા ગામે રહેતી પરિણિતાએ કોઇ કારણોસર આપઘાત કરી લેતાં ખળભળાટ મચી જવા પામી છે. માંડવીના કોકલીયા ગામે રહેતી પરિણિતાએ બુધવારે સવારે પોતાના ઘરમાં શરીર પર કેરોસીન છાંટી દિવાસળી દેતાં ગંભીર રીતે દાઝી ગયા હતા. પ્રથમ માંડવી બાદમાં જી,કે.જનરલ હોસ્પિટલ ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સીવીલ હોસ્પીટલમાં લઈ જતાં જ્યાં સારવાર દરમિયાન ગુરૂવારે બપોરે અંતિમ શ્વાસ લીધો હતો. ગઢશીશા પોલીસે બનાવની નોંધ લઇ મહિલાના આત્મહત્યા પાછળના કારણો જાણવા કાર્યવાહી હાથ ધરી છે.