ભુજ તાલુકાનાં દેશલપર પોલીસ સ્ટેશન પાસે અકસ્માત થતાં એક નું મોત તથા 2 ને ઇજાઓ થઈ.

ભુજ તાલુકાનાં દેશલપર વાંઢાયમાં પોલીસ સ્ટેશન પાસે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું મોત નીપજયું હતું. તથા બેને ઇજાઓ થઈ હતી. મળતી માહિતી મુજબ દેશલપર વાંઢયમાં ગામમાં બનેલી અકસ્માતની આ ઘટનામાં એક બાઇક ચાલકનું મોત નીપજયું હતું. ઘટનાના પગલે હાઇવે પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં માનકુવા પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. અને ટ્રાફિક હળવો કરવા સહિતની  કાર્યવાહી હાથ ધરાઇ હતી. પોલીસને પણ હજુ સુધી પૂરતી વિગતો મળી ન હતી.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *