મોરબીના મચ્છુ 2 ડેમમાંથી ખેડૂતો દ્વારા થઈ રહી છે ખુલ્લે આમ પાણીની ચોરી

મોરબી શહેરના મચ્છુ 2 જળાશયમાં સરકારની આળસુની નીતિના કારણે બેખોફ પાણીની ચોરી થવાની ચોકાવનારી વિગતો સામે આવી છે.મચ્છુ ડેમમાં જુલાઇ મહિનાના અંત સુધી ચાલે તેટલું પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં પણ પાણીની ચોરીના કારણે મોરબી ઉપર આ જલસંકટ ના કાળા વાદળો છવાઈ રહ્યા છે. મળતી વિગતોના મુજબ મોરબી પાસે આવેલા મચ્છુ 2 ડેમમાં  અગાઉ કુદરતની મહેરબાનીથી વિપુલ જળરાશી સંગ્રહાયેલી છે. પરંતુ મચ્છુ ડેમ પાસે આવેલ મકનસર,લખધીરનગર,જોધપર નદી,અદેપર તથા પંચસિયા ગામની નદી કાંઠાના ખેડૂતો દ્વારા ખુલ્લે આમ બેખોફ આ પાણીની ચોરી કરવામાં આવી રહી હોય તો મચ્છુ 2 ડેમમાં સંગ્રહાયેલી જળરાશી ઉપર જોખમ ઊભું થઈ રહ્યું છે. તો બીજી બાજુ સિંચાઇ વિભાગ દ્વારા મચ્છુ 2 પરિયોજનમાં પાણીની સુરક્ષા માટે ઘોડેશ્વર પોલીસ જવાન તથા એસઆરપીની ટુકડીની માંગવા છતાં પોલીસ દ્વારા બંદોબસ્ત ફાળવવામાં ન આવતા આ પાણીના ચોરોને ખુલ્લુ મેદાન મળ્યું છે. એસઆરપીની આખી ટુકડી તથા ઘોડેશ્વર પોલીસના જવાનોનો બંદોબસ્તની માંગણી કરવા છતાં માત્ર 4 જીઆઈએસેફના નબળા જવાનો ફાળવી દીધા ને બંદોબસ્ત આપવાનો સંતોષ માન્યો અત્રે ઉલ્લેખનીય છે કે,આ ગામોના ખેડૂતો દ્વારા રાત-દિવસ મશીન ચલાવીને પાણીની ચોરી રહ્યા છે તેમ છતાં સરકારી ચોપડે 25 કિલોમીટરમાં પથરાયેલા આ મચ્છુ 2 ડેમ યોજના માટે મંજૂર થયેલા 13 જવાનો માં માત્ર 4 જવાનોને ફરજ સોંપીને તંત્ર જ પાણીની ચોરીને આમંત્રણ આપી રહ્યું હોવાનું સ્પષ્ટ બની રહ્યું છે.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *