મિલકત વેરા બિલ સ્પીડ પોસ્ટથી મોકલવાના નિર્ણય કરતાં મ્યુનિ.કમિશનર શ્રી બંછાનિધિ પાની.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2018-19 ના કાર્પેટ એરિયા આધારિત વેરા આકારણી મુજબના 4.5 લાખ મિલકતના વેરાના બિલ ભારત સરકારના પોસ્ટલ ડિપાર્ટમેન્ટની સ્પીડ પોસ્ટ સેવા મુજબ કરવાનો નિર્ણય મ્યુનિ.કમિશનર શ્રી બાંછાનિધિ પાનીએ કર્યો છે. સ્પીડ પોસ્ટ દ્વારા કરદાતાઓએ મિલકત વેરાના બિલઓ પહોંચાડવાના કાર્ય અંગે રાજકોટના મહાનગરપાલિકા તથા પોસ્ટલ ડિપાર્ટમેન્ટ બંને વચ્ચે કરાર પણ કરવામાં આવી રહ્યો છે. મ્યુનિ.કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ લીધેલા નિર્ણયને પગલે વેરા વસૂલાત શાખાએ મોટી સંખ્યામાં પોસ્ટલ બિલ મોકલવાના થતાં હોય છે તે સંબંધિત સહાયક કમિશનર શ્રી તથા ટેક્સ શાખાના સ્ટાફ દ્વારા આ માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.