એક મહિલાએ બીજા મહિલાનું ચોરયું પર્સ

મળતી માહિતી મુજબ / જામનગર: શાકમાર્કેટ વિસ્તારમાં એક મહિલાએ બીજી મહિલાના પાકીટની તસ્કરી કર્યું હોવાનો ગુનો પોલીસ સ્ટેશને દાખલ કરાયો હતો. એક હજાર રૂપિયાની રોકડ ભરેલ પાકીટની ચોરી થતાં મહિલાએ અન્ય મહિલા પર શક કરી એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો. જેમાં મંગલવારે સાંજે 6 વાગ્યાના સમય ગાળામાં તેઓ દરબારગઢ મધ્યેના શાકમાર્કેટ નજીક ખરીદી કરવા ગયા હતા. તેઓ આશાપુરા માતાના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. જયાંથી પરત આવ્યા પછી પાકીટમાંથી એક હજાર રૂપિયા ગુમ થયા હતા. જેને લઇને મહિલાએ અન્ય મહિલા પર શંકા વ્યકત કરી ગુનો નોંધાવ્યો હતો. આ અનુસાર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.