લીંબડી સેવા સદન ખાતે આજે લીંબડી ડેપ્યુટી કલેક્ટરને સમસ્ત દલિત યુવા સંગઠન દ્વારા psi , asi ની ભરતીમા અનામત વર્ગના ઉમેદવારોને થયેલ અન્યાય બાબતે આવેદનપત્ર પાઠવ્યું હતું

તાજેતરમાં જાહેર થયેલી P.S.I/A.S.I/I.O ની ભરતીમાં S.C/ST અને 0.B.C વિદ્યાર્થીઓની અનામત જગ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે અને એમાં પણ ખાસ કરીને એસ.સી સમાજ સાથે 7% પ્રમાણે ભરતી કરવામાં આવેલ નથી ત્યારે આ ભરતી પર સંપૂર્ણ રીતે સ્ટે મુકવો અને નવેસરથી પરીપત્ર બહાર પાડવો. તથા આ ભરતી માં જાતિવાદી માનસીક્તા રાખનાર અધિકારીઓ સામે કાયદેસર ની કાર્યવાહિ કરવામાં આવે તેવી માંગણી કરતું આવેદનપત્ર લીંબડી સેવા સદન ખાતે ડેપ્યુટી કલેક્ટર હર્ષદવર્ધનસિંહ સોલંકીને આવેદનપત્ર સમસ્ત દલિત યુવા સંગઠન દ્વારા પાઠવ્યું હતું અને આ આવેદનપત્રમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જો સરકાર દ્વારા આ માગણીઓ પુરી કરવામાં નહીં આવે તો ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા લિંબડી ચુડા, 9016979696