પેસેન્ટના મૃત્યુ થવાથી તેના સંબંધીએ ઉશ્કેરાઈને મહિલા ડોક્ટરને લાફો માર્યો.
વડોદરા શહેરમાં સોમવારના એસ.એસ.જી.હોસ્પિટલમાં ડોક્ટરોની સલામતી વિરુદ્ધ એક મોટો પ્રશ્નાર્થ ઉઠ્યો છે. આજે સવારના ટીબી વોર્ડમાં પેસેન્ટના સંબંધીએ મહિલા ડોક્ટરને લાફો મારતા ચકચાર મચી ગયો હતો. અચાનક લાફો મારવાથી મહિલા ડોક્ટર ત્યાં જગ્યા પર જ રડી પડ્યા અને આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવાની શરૂઆત પણ થઈ હતી. પરંતુ એસ.એસ.જીના અધિકારીઓએ આશ્ચર્ય વચ્ચે આ મામલાને શાંત કરીને સમાધાન કરાવી દીધું હતું. હોસ્પિટલના અધિકારીઓએ પોલીસ ફરિયાદ કરવાના બદલે મહિલા ડોક્ટર તેમજ પેસેન્ટના સંબંધી વચ્ચે સમાધાન કરાવી એસ.એસ.જી હોસ્પિટલમાં જૂના તાત્કાલિક સારવાર વિભાગની બાજુમાં ત્રીજા માળે બનાવામાં આવેલ ટી.બી.ના સ્પેશિયલ વોર્ડમાં આજે એક પેસેન્ટને એડમિટ કરવામાં આવ્યો હતો. ત્યારે પેસેન્ટની સ્થિતિ બહુજ નાજુક હતી.તેથી ડોકટરોએ તરંત સારવાર આપવાનું ચાલુ કર્યું હતું. તે દરમિયાન ફરજ બજાવતા મહિલા ડોક્ટર ગંભીરતા જોઈને સિનિયર ડોક્ટરને બોલાવા આઇસીયુની બહાર ગયા અને તે દરમિયાન તે પેસેન્ટનું મૃત્યુ થઇ જતાં પેસેન્ટના સંબંધીઓ ઉશ્કેરાઈને મહિલા ડોક્ટરને લાફો મારી દીધો હતો. મહિલા ડોક્ટર હતપ્રત થઈ જગ્યા પર જ રડી પડ્યા તેમજ બીજા ડોક્ટરો પણ આવી પહોંચ્યા હતા. આ મામલો ઉગ્ર બનવા પામ્યો હતો. રાવપુરા પોલીસને જાણ થતાં તે પણ દોડી આવી હતી. તેમજ ફરિયાદ કરવાની કાર્યવાહી પણ શુરૂ કરવામાં આવી હતી. આ સમયે જ ઉચ્ચ અધિકારીઓએ વચમાં પડીને મહિલા ડોક્ટરને સમજાવ્યા તેમજ લાફો મારનાર પેસેન્ટના સંબંધીએ માફી માંગતા સમાધાન થઈ ગયું હતું.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.