રાજકોટમાં કોરોના કહેર યથાવત 164 પોઝીટીવ કેસ નોંધાયા

મળતી માહિતી મુજબ/ રાજકોટમાં કોરોના કહેરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મહાનગર ફરી હોટસ્પોટ તરફ આગળ ધપી રહ્યું છે. સંક્રમણને અટકાવવા રાત્રી કર્ફયુ અમલી હોવા છતાં પોઝીટીવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 24 કલાક દરમિયાન રાજકોટ જિલ્લામાં 164 પોઝીટીવ કેસ નોંધાયા હતા તેમજ 6 દર્દીના મોત નિપજ્યાં હતા.